શ્રી કૃષ્ણદાસ મહારાજ નો જન્મ સંવત 1700 ની સાલમાં રાજનગર (અમદાવાદ) શહેરમાં ભટ્ટ મેવાડી જ્ઞાતિમાં કારતક સુદ બીજ ગુરુવારના દિવસે થયેલ હતો તેમના પિતા નું નામ દામોદરજી મહારાજ હતું તેમની માતાનું નામ તેજબાઈ હતું.
21 વર્ષની ઉંમરે ઇડર મહારાજના આગ્રહથી પિતાજી સહિત ઇડરમાં આવીને વસ્યા
શ્રી કૃષ્ણદાસ મહારાજના લગ્ન બાકરોલ ગામના બ્રાહ્મણ કુળમાં સાકરબા સાથે થયેલ.
કૃષ્ણદાસ મહારાજ અને સાકરબા ને ત્યાં શામ્ભા મહારાજ નો જન્મ થયો.
સમય જતા પિતાજી દામોદરદાસ મહારાજ સ્વધામ પધાર્યા અને તેમની ઉત્તર ક્રિયા કરવા કૃષ્ણદાસ મહારાજ દાવડમાં આવ્યા. દામોદરદાસ મહારાજને મોસાળ પક્ષમાં ખોળે લીધા હતા તેથી પિતાજીના સ્વર્ગવાસ પછી કૃષ્ણદાસ મહારાજ દાવડ મુકામે જ રહેવા લાગ્યા.
કૃષ્ણદાસ મહારાજ પોતાના આત્માના કલ્યાણ માટે માતા તેજબાઈને સંસારની તમામ જવાબદારી સોંપીને શુક્લપક્ષ ચતુર્થીના દિવસે ગામની ઉત્તર દિશા ની ભાગોળે આવેલ ગણપતિ દાદા ના મંદિરમાં એક વર્ષના અનુષ્ઠાનનો નિયમ લઈને બિરાજયા.
એક વર્ષ તપ કરવા છતાં ગણપતિ દાદા ના પ્રત્યક્ષ દર્શન ન થતાં, બીજા 21 દિવસના નિરાહાર ઉપવાસ અને તપ કરતાં, ભાદરવા વદ ચતુર્થીના દિવસે ગણપતિ દાદા સાક્ષાત પસંદ થયા અને ઇચ્છિત વરદાન માગવા કહ્યું કૃષ્ણદાસ મહારાજ - અખંડ પરાભક્તિ માંગી ( મોક્ષ ) ગણપતિ દાદા - તથાસ્તુ કહી મૂર્તિરૂપ થયા.
અશ્વિની શુકલ 11 એકાદશીના દિવસે સવારે ત્રણ વાગે વિનાયકજી મહારાજ (ગણપતિદાદા) આવીને કૃષ્ણદાસ ને કહ્યું, તમે મારા પાછળ પાછળ આવો, ત્યારે સંવત 1724 ના અશ્વિની શુકલ 14 શરદ પૂર્ણિમાને દિવસે પુનિયાદની પૂર્વ દિશા ની ભાગોળે સુકાઈ ગયેલા લીમડાના વૃક્ષ નીચે શ્રી ગણપતિ દાદા અને કૃષ્ણદાસ મહારાજ બિરાજેલા, ત્યારે સુકાઈ ગયેલું લીમડાનું ઝાડ નવ પલવીત લીલું થઈ ગયું.
જીવનજી મહારાજના વૈષ્ણવ નારાયણદાસજી સ્નાન કરી પુષ્પ લઈને આવતા હતા ત્યારે સુકાઈ ગયેલું લીમડા નું વૃક્ષ લીલું થયેલ જોયું હતું અને તેના લીધે ગણપતિદાદા અને કૃષ્ણદાસ મહારાજને જોતાં તેમને વંદન કરી આપ ક્યાંથી પધાર્યા છો એમ પૂછ્યું. કૃષ્ણદાસ મહારાજ :- ભક્ત શિરોમણી પ્રભુના અંશ અહીં રહે છે, તેમને મળવાથી અમારું વરદાન સિદ્ધ થશે એવું અમારા ઈષ્ટ દેવે અમને કહ્યું છે. તે માટે અમો આવ્યા છીએ.
નારાયણ દાસ :- આ સમાચાર શ્રી ગુરુ જીવણજી મહારાજને કહ્યા. જીવણજી મહારાજ સત્સંગ સભા માંથી ઊભા થઈને સામે ચાલીને કૃષ્ણદાસ મહારાજને ભેટી પડ્યા,
સદગુરુ જીવણજી મહારાજે શ્રી કૃષ્ણદાસ મહારાજને સદગુરુ કબીર સાહેબની નિજ માળા કંઠમાં પહેરાવી અને 12 માસ સુધી પુનીયાદમાં રહી સત્સંગ તથા કીર્તન કર્યા
સંવત 1925 ના માર્ગ શીર્ષ શુકલ 2 દિવસે કૃષ્ણદાસ મહારાજ ત્યાંથી સૌપ્રથમ આગલોડ મુકામે આવે છે અને ધના, શીતળા અને મંગળા નામના ત્રણ પાટીદારોને ભક્ત બનાવે છે, અને આગલોડ ગામમાં ગાદીની સ્થાપના કરે છે.
આગલોડ સાબરમતી નદીના કિનારે હોવાથી ત્યાં પૂર આવવાની સંભાવનાઓ અને તકલીફો હતી તેથી શ્રીકૃષ્ણ દાસ મહારાજે ગાદી આગલોડમાંથી સરદારપુર મુકામે સ્થાપી.
કૃષ્ણદાસ મહારાજ વિષ્ણુ યાગ તપ કરી આ ગાદીના પારે પ્રભુ પ્રખર થયેલ. સાપ નું ઝેર ઉતારવું,ની:સંતાન પણુ દૂર કરવું અને ભૂતપ્રેત ભગાડવાના ઘણા પરચા આ ગાદી એ પૂર્યા છે. જે આજે પણ જીવંત છે.
કૃષ્ણદાસ મહારાજે વડનગરના ભક્તોના ઉદ્ધાર માટે વિષ્ણુયાગ કરી સ્વયં તુલસી પ્રગટ કરેલ કે જ્યાં આજે પણ તુલસી ક્યારો છે અને તેથી વડનગરને તુલસી મંદિર પણ કહેવાય છે.
વડનગરમાં ભાગવત સપ્તાહ કરી પરત આવતા સબલપુર તેમના દીકરીનો પરિવાર રહેતો હતો ત્યાં રોકાયા હતા. શારીરિક તકલીફના કારણે સબલપુરમાં સ્વધામ પધાર્યા. તેમની દીકરી અને સબલપુરના ભક્તોના આગ્રહના કારણે સબલપુરમાં અગ્નિસંસ્કાર કર્યા.
સરદારપુર મુકામેથી તેમના દીકરા શ્યામદાસજી તથા ભક્તો કૃષ્ણદાસ મહારાજના અગ્નિસંસ્કાર કરેલ જગ્યાએ રાખ લેવા ગયા હતા. ત્યાં મહારાજનો મુગટ પડેલો અને રાખમાં તુલસી પ્રગટ થયેલા હતા.જે આજે ઉદા ભક્તો માટે વૃંદાવન તરીકે ઓળખાય છે.